પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે ભારતના 117 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 24 એથ્લીટ સશસ્ત્ર દળોમાંથી છે. આ એથ્લીટમાં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેનાર સુબેદાર નીરજ ચોપડા સહિત 22 પુરુષ અને બે મહિલા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીય દળમાં સેનાની બે મહિલાઓ પ્રથમ વાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઇથી શરૂ થઈ રહ્યો છે.
સુબેદાર નીરજ ચોપડાએ ગયા વર્ષે ટોકિયો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્યચંદ્રક જીતનાર હવાલદર જેસ્મીન લમ્બોરિયા અને 2023માં એશિયન કુશ્તી સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવનાર રિતિકા હુડા પ્રથમ વાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.