ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2024 8:17 પી એમ(PM)

printer

પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવામાં આવ્યા – યુનાઇટેડ વર્લ્ડ રેસલીંગ સમક્ષ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અપીલ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવવાના આરે આવેલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને સ્પર્ધામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. 50 કિલો વજન વર્ગ વિભાગમાં સ્પર્ધા કરનારાં ફોગાટનું વજન મર્યાદા કરતા વધુ જણાયું છે. ભારતીય ઓલિમ્પિક મહાસંઘે એક યાદીમાં જણાવ્યું છે કે, સમગ્ર રાત્રિ દરમિયાન ટીમનાં સર્વશ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે ફોગાટનું વજન 50 કિલો કરતાં થોડાંક ગ્રામ વધુ હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએસનના પ્રમુખ પી.ટી.ઉષાએ જણાવ્યું કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ અંગે પુર્નવિચાર કરવા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગને અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સામાજિક માધ્યમની પોસ્ટમાં જણાવ્યું કે, તેઓ ઘડીએ કુશ્તીબાજ ફોગાટની નિરાશામાં સહભાગી છે. ફોગાટ 1 અબજ 40 કરોડ ભારતીયોનાં હૃદયમાં ચેમ્પિયન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોગાટને સાંત્વના આપી હતી. એક સામાજિક માધ્યમ પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે, કુશ્તીબાજ ફોગાટ ચેમ્પિયનોમાં પણ ચેમ્પિયન છે. તેઓ ભારતનું ગૌરવ છે અને દરેક ભારતીય માટે પ્રેરણા સમાન છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશને વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવા મુદ્દે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ સમક્ષ વિરોધ ઉઠાવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ