પેરિસ ઓલિમ્પિકનો પ્રથમ દિવસ ભારતીય ખેલાડીઓ માટે સિદ્ધિઓથી ભરેલો રહ્યો હતો.. 10 મીટર એર રાઈફલ વિમેન્સ ઈવેન્ટમાં, મનુ ભાકરે 580 પોઈન્ટ અને 27 ઈનર્સના કુલ સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન મેળવ્યા બાદ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય પુરૂષહોકી ટીમે પણ ગઈકાલે રાત્રે યવેસ-ડુ-મનોઈર સ્ટેડિયમ ખાતે તેમની શરૂઆતની પૂલ-બી મેચમાં ન્યુઝીલેન્ડ સામે 3-2થી જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. સુકાની હરમનપ્રીત સિંઘના પેનલ્ટી સ્ટ્રોકની એક મિનિટ બાકી હતી, ત્યારે જ ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ રહ્યા હતા. ભારતનું બેડમિન્ટન અભિયાન પણ જોરદાર રીતે શરૂ થયું.
ડબલ્સમાં, ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીની જોડીએ તેમની પ્રથમ ગ્રૂપ સ્ટેજની મેચમાં 40મા, 21-17, 21-14 ક્રમાંકિત ફ્રેન્ચ શટલર્સ લુકાસકોર્વે અને રોનન લાબરને હરાવીને જીત નોંધાવી હતી. પુરુષોના સિંગલ્સના ગ્રુપ એલ મેચમાં લક્ષ્ય સેને ગ્વાટેમાલાના ઓલિમ્પિયન કેવિન કોર્ડનને 21-8, 22-10થી હરાવ્યા હતા. મહિલા બોક્સિંગ સ્પર્ધામાં પ્રીતિ પવારે 54 કિલોગ્રામ વજન વર્ગમાં વિયેતનામનાં વો-ટી-કિમ-એનને પાંચ-શૂન્યથી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.