પેરિસ ઓલિમ્પિકમાં આજે સાતમા દિવસે અનેક ભારતીય ખેલાડીઓ નિશાનેબાજી,તીરંદાજી, બેડમિન્ટન, જુડો, હોકી અને એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેશે.નિશાનેબાજીમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે, જ્યારે બેડમિન્ટન પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચીની-તાઇપેઇના ચાઉ-તિયેન-ચેન સામે થશે.પુરુષ હૉકી પૂલ મેચમાં આજે સાંજે ભારત અને ઑસ્ટ્રેલિયા ટકરાશે. ભારતીય ટીમ અગાઉ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જૂડોમાં મહિલાઓની 78 કિલોગ્રામથી વધુ વજન વર્ગ શ્રેણીમાં ભારતના તૂલિકા માન ક્યૂબાના ખેલાડી સામે મુકાબલો કરશે. ફાઇનલ સહિત આ શ્રેણીની તમામ મેચો આજે રમાઈ રહી છે. તીરંદાજી મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને અંકિતા ભકતની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે રમશે. તો એથલેટિક્સમાં ભારતના પારૂલ ચૌધરી મહિલાઓના પાંચહજાર મીટર ક્વૉલિફિકેશન રાઉન્ડમાં, જ્યારે તેજેન્દ્ર પાલ સિંહ તૂર પુરુષોના શૉટ પૂટ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ઉતરશે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 1:57 પી એમ(PM) | aakashvaninews | aakshvani | India