ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 2, 2024 8:10 પી એમ(PM) | પેરિસ ઓલિમ્પિક

printer

પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજ બોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવીને મિશ્ર ટીમ ઇવેન્ટનાક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

પેરિસ ઓલિમ્પિકમાં સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજબોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવ્યું અને મિશ્ર ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.   શૂટિંગમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાનીફાઇનલમાં પહોંચ્યા છે.. અનંતજીત સિંહ નારુકા પણ પુરૂષોની સ્કીટમાં પડકારરૂપ રમી  રહ્યા છે.  હોકીમાં ભારત ઓસ્ટ્રેલિયા સાથેસ્પર્ધા કરી રહ્યું છે. ભારત બે શૂન્યથી આગળ છે. આ ગોલ અભિષેકે કર્યો હતો જ્યારેબીજો ગોલ હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. ભારત પહેલા જ ક્વાર્ટર ફાઇનલમાંપહોંચી ગયું છે.  તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટમાંધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભગતની જોડીનો મુકાબલો ઈન્ડોનેશિયાના દયાનંદ કોઈરુનિસાઅને આરીફ પંગેસ્તુ સામે થશે.  જુડોમાં, 78 કિગ્રાથી વધુ વજન વર્ગમાં, તુલિકા માન 32 રાઉન્ડમાં હારીને બહાર થયા  છે.  રોઈંગ, પુરુષોની સિંગલ સ્કલ્સમાં, બલરાજ પવારે ફાઈનલ ડીમાં પાંચમુંસ્થાન મેળવ્યું અને 23માં સ્થાને પોતાનું અભિયાન પૂરું કર્યું.  એથ્લેટિક્સમાં, પારુલ ચૌધરી રાત્રે 9.30 વાગ્યાથી મહિલાઓની 5,000 મીટર ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગલેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ