ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2024 2:33 પી એમ(PM) | પેરિસ ઓલિમ્પિક

printer

પેરિસ ઓલિમ્પિકનાં બીજા દિવસે ભારતે અનેક રમતોમાં સારો દેખાવ કર્યો

પેરિસ ઓલિમ્પિકનાં બીજા દિવસે ગઈ કાલે ભારતે અનેક રમતોમાં સારો દેખાવ કર્યો હતો. ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે, શૂટિંગમાં ભારતને ચંદ્રક અપનાવનાર તેઓ પ્રથમ મહિલા ખેલાડી બન્યાં છે. બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ માલ્દિવ્સનાં ફાતિમાથ નાબાહા સામેસરળ વિજય મેળવ્યો હતો.
મહિલા બોક્સિંગ 50 કિલો વજન વર્ગમાં બોક્સર નિખત ઝરીને જર્મનીનાં મેક્સી કેરિનાને 5-શૂન્યથી પરાજય આપ્યો હતો. રોવિંગમાં બલરાજ પંવાર પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા હતા. તો ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા 32મા રાઉન્ડ માટે ક્વોલિફાય થયા હતા. જોકે, સુમિત નાગલ ઉપરાંત રોહન બોપન્ના અને એન શ્રીરામ બાલાજી પોતાની મેચો હારતા ભારત ટેનિસમાંથી બહા રફેંકાઈ ગયું છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ