ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 2:03 પી એમ(PM)

printer

પેરિસ ઓલિમ્પકમાં આજે મહિલા કુશ્તીબાજ રિતીકા હુડા 76 કિલોગ્રામ વજન વર્ગમાં હંગેરીનાં ખેલાડી સામે રમશે

પેરિસ ઓલિમ્પિકમાં આજ ભારતીય કુસ્તીબાજ રીતિકા હુડ્ડા મહિલા ફ્રીસ્ટાઇલ 76 કિગ્રા હરિફાઇમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે પ્રારંભિક રાઉન્ડમાં તેનો સામનો હંગેરીની બર્નાડેટ સામે થશે. ગોલ્ફમાં, અદિતિ અશોક અને દીક્ષા ડાગર આજે મહિલા ઈવેન્ટના અંતિમ રાઉન્ડમાં મેદાનમાં ઉતરશે…જોકે આ બંને ખેલાડીઓ ગઇકાલે નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા ન હતા.
દરમિયાન ગઈકાલે ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેમણે પ્યુર્ટો રિકો ના ડેરિયન ક્રુઝને 13-5ના સ્કોરથી હરાવી અમને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ જીત સાથે 21 વર્ષીય અમન પીવી સિંધુને પાછળ છોડીને ભારત તરફથી સૌથી યુવા વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યા છે.
સ્પેને ફ્રાન્સને એક રોમાંચક મેચમાં 5-3થી હરાવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ટોકિયો ઓલિમ્પકમાં સ્પેન બ્રાઝિલ સામે હારી ગયું હતું. સર્જિયો કૈમેલોએ વધારાના સમયમાં બે ગોલ કરતાં સ્પેનની જીત સુનિશ્ચિત થઈ હતી. છેલ્લે સ્પેને 1992માં બાર્સેલોનામાં ફુટબોલમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
દરમિયાન, કાંસ્ય ચંદ્રક મેળવ્યા બાદ ભારતીય પુરુષ હોકી ટીમનાં ખેલાડીઓ આજે સ્વદેશ પરત ફર્યા હતા. નવી દિલ્હી વિમાનમથકે કેપ્ટન હરમનપ્રીત સિંહ, ગોલકીપર પીઆર શ્રીજીશનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ