પેરિસ ઓલિમ્પકમાં આજે આઠમા દિવસે ભારતના ખેલાડીઓ
નિશાનેબાજી, તિરંદાજી, બોક્સિંગ અને ગોલ્ફ સહિતની રમતોમાં ભાગ લેશે. મનુ ભાકર બે ચંદ્રક જીત્યા બાદ હાલ નિશાનેબાજીમાં મહિલાઓની 25 મીટરની સ્પર્ધામાં
ત્રીજા ચંદ્રક માટે રમી રહ્યા છે.
તિરંદાજીમાં બપોરે 1-50 કલાકે દિપીકા કુમારી જર્મનીના મિશેલ ક્રોપ્પનનો
અને ભજન કૌર ઇન્ડોનેશિયાનાં ડિયાનાંદાનો સામનો કરશે.
બોક્સિંગમાં નિશાંત દેવ 71 કિલો વજન વર્ગ શ્રેણીમાં ક્વાર્ટર ફાઇનલમાં
મેક્સિકોનાં માર્કો અલોન્સો સામે રમશે. ગોલ્ફમાં શુભાંકર શર્મા અને ગગનજીત ભુલ્લર
ત્રીજા રાઉન્ડમાં રમશે, જ્યારે નૌકા સ્પર્ધામાં નેત્રા કુમાનન અને વિષ્ણુ સર્વાનન
પોતપોતાના હરીફો સામે સ્પર્ધા કરશે.