પેરિસ ઑલિમ્પિકમાં આજનો દિવસભારતને ક્યાંક આશા તો ક્યાંક નિરાશા સાંપડી.ભારતીય શૂટર સ્વપ્નિલ કુશાલેએભારત માટે ત્રીજો કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.સ્વપ્નિલે પુરુષો માટેની 50 મીટરરાઇફલ 3 પોઝિશનની અંતિમ મેચમાં 195 અંક સાથે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. તેઓ ઓલિમ્પિકમાં પુરુષોની રાઇફલ શૂટિંગની આ શ્રેણીમાં ચંદ્રક જીતનારા પ્રથમ ભારતીયશૂટર છે.રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીસહિતના નેતાઓએ સ્વપ્નિલ કુસાલેને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી.જોકે મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં અંજુમ મૌદગીલ અનેસિફત કૌર – બંને ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.બૉક્સિંગમાં નિખત ઝરીન 50 કિલોગ્રામ વજન વર્ગ શ્રેણીમાંરાઉન્ડ ઓફ 16માં, ચીનની ખેલાડી સામે હારી ગયા હતા. તો હોકીમાં ભારતગ્રુપ-બી ક્વોલિફાયર રાઉન્ડમાં બેલ્જિયમ સામે 2-1થી હાર્યું હતું.તો બેડમિન્ટનમાં, સાત્વિકસાંઈરાજ રેન્કીરેડ્ડી અનેચિરાગ શેટ્ટી – પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જોડી સામે 21-13, 14-21, 16-21થી હારી ગયા હતા.
Site Admin | ઓગસ્ટ 1, 2024 8:10 પી એમ(PM) | કાંસ્ય ચંદ્રક | પેરિસ ઑલિમ્પિક | સ્વપ્નિલકુશાલે