પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવા માટે દમણ ખાતે ચિયર ફોર ભારત કાર્યક્રમ યોજાયો હતો. દમણના ટીટીઆઈ હોલ ખાતે રમતગમત વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થમાં ચંદ્રક જીતનારા ખેલાડીઓ તેમજ દમણના રમતવીરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્ર પોલીસના એસ.પી. નરસિંહ યાદવે ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓને ઓલિમ્પિક ખેલો વિશે માહિતી આપવાની સાથે સાથે તેમનું મનોબળ વધારવામાં આવ્યું.
Site Admin | ઓગસ્ટ 4, 2024 3:06 પી એમ(PM)
પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવા માટે દમણ ખાતે ચિયર ફોર ભારત કાર્યક્રમ યોજાયો
