પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડાએ ભારતને તેનો પ્રથમ રજત ચંદ્રક અપાવ્યો છે. નીરજ ચોપરાએ ગઈ રાતે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 86.45 મીટર સાથે સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર થ્રો સાથે અગાઉનો 90.57 મીટરનો ઓલિમ્પિક રેકોર્ડ તોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને રજત ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી. એક સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું છે કે ભારતને તેમની ઉપર ગર્વ છે અને તેઓ આવનારી પેઢી માટે પ્રેરણાસ્રોત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું છે કે નિરજે ફરી એકવાર તેમની પ્રતિભાનો પરિચય આપ્યો છે. પ્રધાનમંત્રી એમ પણ કહ્યું કે ભારત ખૂબ જ ખુશ છે કે તેઓ વધુ એક ઓલિમ્પિક સફળતા સાથે ભારત પરત ફરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ નિરજ ચોપરાની સરાહના કરતા લખ્યું છે કે તેમણે તિરંગાનું ગૌરવ વધાર્યું છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 11:02 એ એમ (AM) | નિરજ ચોપડા