પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. તો પુરુષ હોકી ટીમ આજે કાંસ્ય ચંદ્રક માટે સ્પેન સામે સ્પર્ધામાં ઉતરશે.
ભારતના એક માત્ર પુરુષ કુશ્તીબાજ અમન સહરાવત આજે બપોર બાદ પુરુષોની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે. મહિલા કુશ્તીબાજ અંશુ પણ મહિલાઓ માટેની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધા માટે મેદાનમાં ઉતરશે.
વેઇટ લિફ્ટર એસ. મીરાબાઈ ચાનુ મહિલાઓની 49 કિલોગ્રામ ફાઇનલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યા. સ્પર્ધાના બીજા રાઉન્ડના અંતે ચાનુ 199 કિલોગ્રામનું વજન ઉઠાવી શક્યા. 2020માં એશિયન ચેમ્પિયનશીપમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 205 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું..
Site Admin | ઓગસ્ટ 8, 2024 2:16 પી એમ(PM) | પેરિસ ઑલિમ્પિક
પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે
