પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે. હૉકીમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે સેમિફાઇનલ મેચ રમાશે. ટોકિયો ઑલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ વધવાનો પ્રયાસ કરશે. સુવર્ણ ચંદ્રક માટે ભારતની આશા સમાન નિરજ ચોપરા આજથી ભાલાફેંકમાં તેમના અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. બપોરે ત્રણ વાગીને 20 મિનિટે ગૃપ બીની ક્વૉલિફાઇંગ મેચમાં રમશે.
એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક વિજેતા કિશોર કુમાર જિણા ભાલાફેંકમાં ક્વૉલિફિકેશન માટેની ગૃપ એની મેચમાં ઉતરશે. મહિલાઓ માટેની 400 મીટરની રેસમાં ભારતના કિરણ પહલ અઢી વાગે દોડમાં ભાગ લેશે. તો કુસ્તીમાં બે વાર ઑલિમ્પિક વિજેતા વિનેશ ફોગટ, 50 કિલોગ્રામ વજન વર્ગની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે અખાડામાં ઉતરશે. ટેબલ ટેનિસમાં ભારતીય પુરુષ ટીમના હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને અચંતા સરથ કમલ તેમના અભિયાનની શરૂઆત કરતા ચીનની પુરુષ ટીમ સામે મેચમાં ઉતરશે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 2:40 પી એમ(PM) | પેરિસ ઑલિમ્પિક