ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 3:07 પી એમ(PM) | પેરાલિમ્પિક્સ 2024

printer

પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે

પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે. પહેલી વાર ફ્રાન્સ સમર પેરાલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. આ પેરાલિમ્પિક્સની ઑપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે શરૂ થશે. ગેમ્સની આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા એથ્લેટ ભાગ લેશે. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં આ ભારતની સૌથી મોટી ટીમ છે. ભારત નિર્ધારિત 22માંથી 12 રમતમાં ભાગ લેશે. શૉટ-પૂટ સ્ટાર અને 2022 એશિયન પેરાગેમ્સ સિલ્વર મેડલ વિજેતા ભાગ્યશ્રી જાધવ, જેવલિન સ્ટાર અને શાસક વિશ્વ-વિક્રમધારક સુમિત એન્ટિલને પેરાલિમ્પિક્સ માટે ભારતના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરાયા છે. ઉલ્લેખનીય છે કે, પેરિસ 2024 પેરાલિમ્પિક્સ 9 સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ