પેરિસ ઓલિમ્પિકમાં, આજે 11મા દિવસે ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે ઇતિહાસ રચ્યો હતો.મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથની ટીમેરોમાનિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.મનિકા બત્રા તેની બંને સિંગલ્સ મેચ જીત્યાં અને શ્રીજા અકુલ અને અર્ચના કામતે ડબલ્સમેચમાં વિજય મેળવ્યો. કુશ્તીમાં નિશા દહિયા યુક્રેનનાં પહેલવાનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે.આજે એથ્લેટિક્સમાં કિરણ પહલ મહિલાઓનાં 400 મીટર રાઉન્ડએકમાં અને એશિયમ ગેમ્સનાં સુવર્ણચંદ્રક વિજેતા અવિનાશ સાબલે 300 મીટર સ્ટેપલ ચેઝમાટે ક્વોલિફાય થવા રમશે. કુશ્તીમાં નિશા દહિયા મહિલાઓનાં 68 કિલો વજન વર્ગફ્રી-સ્ટાઇલ પ્રી-ક્વાર્ટર્સમાં રમશે. ચંદ્રકોનાં ટેબલમાં ચીન 21 સુવર્ણ, 16 રજત અને 12 કાંસ્ય ચંદ્રક સાથે પ્રથમક્રમે છે. અમેરિકા બીજા અને ફ્રાન્સ ત્રીજા ક્રમે છે. જ્યારે ત્રણ કાંસ્ય ચંદ્રકસાથે ભારત ત્રીજા ક્રમે છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 7:54 પી એમ(PM) | પેરિસ ઓલિમ્પિક