પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિનાબેન પટેલે મેક્સીકન એથ્લેટ માર્થા વર્ડિનને હરાવી WS4 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
ભારતીય એથ્લેટ નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ સ્પર્ધામાં રજતચંદ્રક મેડલ જીત્યો, જે સાથે ભારતે અત્યરસુધી એક સુવર્ણ, બે રજત અને ચાર કાંસ્ય સહીત કુલ સાત ચંદ્રકો પોતાના નામે કર્યા છે. પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર T35 સ્પર્ધામાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મહિલા બેડમિન્ટનમાં મનીષા બ્રોન્ઝ મેડલ મેચમાં ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેન સામે ટકરાશે. પુરુષ બેડમિન્ટનમાં નિતેશ કુમારે મેન્સ સિંગલ્સ SL3 ફાઇનલમાં પ્રવેશતાં સુવર્ણ ચંદ્રક જીતવાની આશા જીવંત બની છે. ફાઇનલમાં નિતેશનો મુકાબલો ગ્રેટ બ્રિટનના બેથેલ ડેનિયલ સાથે થશે.
બીજી તરફ, સુહાસ યથિરાજે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં યથિરાજનો મુકાબલો લુકાસ મઝુર સાથે થશે જ્યારે સુકાંતનો મુકાબલો રજત ચંદ્રક માટે ઇન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાન સાથે થશે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:47 એ એમ (AM)