પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે સંશોધિત પ્રધાનમંત્રી બાયોફ્યુઅલ ક્લાઈમેટ ચેન્જ એડપ્ટેબલ ક્રોપ રેસિડ્યુ પ્રિવેન્શન (PM-જીવન) યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ અવશેષો માટે વળતરયુક્ત આવક પ્રદાન કરવાનો અને પર્યાવરણીય પ્રદૂષણને સંબોધવાનો છે. યોજનામાં સુધારા સાથે, અદ્યતન બાયોફ્યુઅલ માટે નાણાકીય સહાય ઉપલબ્ધ છે. પ્રોજેક્ટ દરખાસ્તોમાં નવી ટેકનોલોજી અને નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવશે. આ યોજના સ્થાનિક રોજગારીની તકોનું સર્જન કરશે અને ભારતની ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતાને સુનિશ્ચિત કરશે
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 8:29 પી એમ(PM) | પેટ્રોલિયમ અને કુદરતી ગેસ
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે સંશોધિત પ્રધાનમંત્રી બાયોફ્યુઅલ ક્લાઈમેટ ચેન્જ એડપ્ટેબલ ક્રોપ રેસિડ્યુ પ્રિવેન્શન (PM-જીવન) યોજનાને મંજૂરી આપી
