પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ એટલે કે, પેક્સ કમ્પ્યુટરાઈઝૅશન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5 હજાર 754 પેક્સમાં કમ્પ્યુટરાઈઝૅશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ઉપરાંત આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલ પેક્સને રાજ્ય સહકારી બૅન્કો-StCBs અને જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કો DCCBના માધ્યમથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્ક નાબાર્ડ સાથે જોડે છે. સાથે જ ટૂંક સમયમાં 2 હજાર 900થી વધુ પૅક્સ ટૂંક સમયમાં લાઈવ થશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 3:00 પી એમ(PM) | પેક્સ કમ્પ્યુટરાઈઝૅશન યોજના
પેક્સ કમ્પ્યુટરાઈઝૅશન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5 હજાર 754 પેક્સમાં કમ્પ્યુટરાઈઝૅશનની પ્રક્રિયા ચાલી રહી છે
