પૂર્વ સ્પેનના બાલેન્સિયા વિસ્તારમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ છે. ગઈકાલે મુશળધાર વરસાદના કારણે અચાનક પૂર આવતાં અનેક કાર પાણીમાં વહી ગઈ હતી. જ્યારે રેલવે લાઈન અને રાજમાર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
હજી પણ આંતરિયાળ વિસ્તારોમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. જ્યારે એક હજારથી વધુ સૈનિકો રાહત અને બચાવકાર્યમાં તહેનાત છે. સ્પેનની સરકારે બચાવકાર્યના સંકલન માટે એક કટોકટી સમિતિ બનાવી છે. સ્પેનની હવામાન સેવા A.E.M.E.T.એ જણાવ્યું કે, વાલેન્સિયા વિસ્તારના ચિવા ખાતે મંગળવારે માત્ર આઠ કલાકમાં 491 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે એક વર્ષના વરસાદ બરાબર છે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:54 એ એમ (AM)