ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને વૈશ્વિક નેતાઓએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે.
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. સિંહને અફઘાનિસ્તાનના લોકોના અડગ સાથી અને મિત્ર ગણાવ્યા હતા. માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે સોશિયલ મીડિયા X પર પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં તેમને “માર્ગદર્શક, પિતાની હાજરી” તરીકે વર્ણવ્યા હતા.
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત-રશિયન સંબંધોને મજબૂત કરવામાં ડૉ. સિંઘની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા ડૉ. સિંઘના પ્રેમભર્યા વર્તન, અર્થશાસ્ત્રી તરીકેની તેમની કુશળતા અને ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી.
Site Admin | ડિસેમ્બર 27, 2024 2:25 પી એમ(PM) | ડૉ. મનમોહન સિંહ