પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.
શ્રી મોદી કેન-બેતવા રિવર નેશનલ લિન્કિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે નેશનલ વિઝન પ્લાન હેઠળ દેશની નદીઓને જોડવાનો પ્રથમ પ્રોજેક્ટ છે.આ સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને સિંચાઈની સુવિધા મળશે અને પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ થશે.
અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દી નિમિત્તે શ્રી મોદી ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. તેઓ ગ્રામ પંચાયતો માટે એક હજાર 153 અટલ ગ્રામ સુશાસન ઈમારતોનો શિલાન્યાસ પણ કરશે.
આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:45 એ એમ (AM) | પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી