દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દુઃખના પ્રસંગે રાજ્યભરમાં પણ શોક પાળવામાં આવશે.
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘના દુઃખદ નિધનને કારણે જાહેર કરાયેલ રાષ્ટ્રીય શોકને કારણે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વામિત્વ કાર્ડ વિતરણનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે.