પૂર્વ કચ્છમાં ગઈકાલે મોડી રાતે ભૂકંપનો 4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ભૂસ્તર વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપનો આંચકો રાપરથી પશ્ચિમ દક્ષિણ દિશામાં 26 કિલોમીટરના અંતરે વાગડ વિસ્તારમાં નોંધાયો હતો.
રાતે 8 વાગીને 18 મિનિટે નોંધાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાને કારણે વાગડ પંથકના ગામોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
Site Admin | નવેમ્બર 19, 2024 9:46 એ એમ (AM) | ભૂકંપ