પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ મથક વચ્ચે નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે. આગામી 24 એપ્રિલ અને પહેલી મે ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ રદ્દ રહેશે. આગામી 27 એપ્રિલ અને 4 મે ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પણ રદ્દ રહેશે. આ ઉપરાંત 10,11,24 એપ્રિલ અને પહેલી મેની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગને બદલે વાયા બારાબંકી-શાહગંજ-મઊ-ફેફના-છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે.
Site Admin | માર્ચ 9, 2025 7:19 પી એમ(PM) | રેલવે
પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ મથક વચ્ચે નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે.
