ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 7:48 પી એમ(PM)

printer

પૂણે ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો ન્યુઝિલેન્ડની ટીમ સામે 113 રનથી પરાજય થયો

પૂણે ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો ન્યુઝિલેન્ડની ટીમ સામે 113 રનથી પરાજય થયો છે..આજે મેચના ત્રીજા દિવસે 359 રનના જીતના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 245 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કિવીઝે 259 રન બનાવ્યા હતા અને ભારતે 156 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી મેચમાં કુલ 13 વિકેટ ખેરવી હતી. આ જીત સાથે કિવીઝે 3 મેચની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી અને ત્રીજી ટેસ્ટ મેચ પહેલી નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે થશે.
દરમિયાન આવતા મહિને શરૂ થનારી ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણી માટે ભારતની ટીમમાં જાહેર કરાઈ છે. જેમાં અભિમન્યુ ઇશ્વરન, નીતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે.
ભારતની ટીમ રોહિત શર્મા કેપ્ટન, જસપ્રિત બુમરાહ વાઇસ કેપ્ટન, જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, KL રાહુલ, ઋષભ પંત (WK), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (WK), આર અશ્વિન, આર જાડેજા, મોહમ્મદ સિરાજ , આકાશ દીપ , પ્રસિદ્ધ કૃષ્ણ , હર્ષિત રાણા , નીતિશ કુમાર રેડ્ડી , વોશિંગ્ટન સુંદર. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 22 નવેમ્બરે પર્થ ખાતે પ્રથમ ટેસ્ટ સાથે થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ