પૂણે ખાતે રમાઇ રહેલી ન્યુઝિલેંડ સામેની મેચ જીતવા માટે ભારત સંઘર્ષ કરી રહ્યું છે..જીત માટે ન્યુઝઇલેંડે આપેલા 359 રનના લક્ષ્યાંકને પાર કરવા ભારતે છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચાર વિકેટે 145 રન કર્યા છે અને હવે ભારતને જીત માટે 214 રનની જરૂર છે અને છ વિકેટ હજુ બાકી છે વિરાટ કોહલી અને વોશિગ્ટન સુંદર રમતમાં છે.
આજે ન્યુઝિલેંડની ટીમ બીજી ઇનિગમાં 255 રન ઉપર ઓલ આઉટ થઇ જતા ભારતને પ્રવાસી ટીમે જીત માટે 359 રનનુ લક્ષ્યાંક અપાયું હતું.. જોકે ભારતની બીજી ઇનિગમાં પણ શરૂઆત નબળી રહી હતી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહીત શર્મા ફરી પાછો નિષ્ફળ રહ્યો હતો અને આઠ રનના વ્યક્તિગત સ્કોર ઉપર આઉટ થઇ ગયો હતો. જોકે ત્યારબાદ યશશ્વી જયસ્વાલ અને શુભમન ગીલે બાજી સંભાળી હતી જોકે ગીલ પણ લાંબુ ટકી શક્યો ન હતો અને 23 રન ઉપર આઉટ થઇ ગયો હતો..જોકે વિકેટ પર ટકી રહેલા જયસ્વાલને પણ 77 રન ઉપર સેન્ટનેરે આઉટ કર્યો હતો.. આજે મેચનો ત્રીજો દિવસ છે
Site Admin | ઓક્ટોબર 26, 2024 2:15 પી એમ(PM)