પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે.છેલ્લાં અહેવાલ પ્રમાણે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 160 રન કર્યા છે.ભારતે તેની ટીમમાં મોહમ્મ્દ સિરાજ, કુલદીપ યાદવ અને કેએલ રાહુલની જગ્યાએ આકાશદીપ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલનો સમાવેશ થાય છે.દરમિયાન, ન્યૂઝીલેન્ડે તેની ટીમમાં એક ફેરફાર કર્યો છે.તેણે મેટ હેનરીની જગ્યાએ મિશેલ સાન્ટરને સ્થાન આપ્યું છે.બેંગુલુરમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આ મેચ જીતીને પુનરાગમન કરવા પ્રયત્ન કરશે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 2:23 પી એમ(PM) | પૂણે
પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે
