પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા.
દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યુ કે ભાવિ પેઢીઓ સૈનિકોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલશે નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે સોશિયલ મીડિયામાં કહ્યું કે આતંકવાદ સમાજનો સૌથી મોટો દુશ્મન છે અને આખું વિશ્વ તેની સામે એક થયું છે. ભાજપના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારે આતંકવાદ સામે કડક નીતિ અપનાવી છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM) | પુલવામા
પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા
