પુરુષ હોકી ઈન્ડિયા લીગમાં આજે સાંજે છ વાગ્યે, હૈદરાબાદ તુફાન્સનો મુકાબલો સુરમા હોકી ક્લબ સામે થશે અને રાત્રે સવા આઠ વાગ્યે દિલ્હી એસજી પાઇપર્સનો મુકાબલો યુપી રૂદ્રાજ સામે થશે. બંને મેચ રાઉરકેલામાં રમાશે.
દરમ્યાન ગઇકાલે તમિલનાડુ ડ્રેગન્સે ઓડિશાના રાઉરકેલામાં એક રોમાંચક મુકાબલામાં શ્રાચી રાર બંગાળ ટાઈગર્સને હરાવ્યું. આ જીત સાથે, તમિલનાડુ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:26 પી એમ(PM)