પુરુષ સિંગલ્સ કેટેગરીમા ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત ટેનિસ ખેલાડી સુમિત નાગલ નેધરલેન્ડના ટેલોન ગ્રીકસ્પૂર સામે હારતાં યુએસ ઓપનમાંથી બહાર થઈ ગયા છે.
નાગલની અત્યાર સુધીની સિઝન ઘણી ખરાબ રહી છે. તેઓ ઓસ્ટ્રેલિયન ઓપનમાં બીજા રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ ગયા હતા અને ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. નાગલ પેરિસ ઓલિમ્પિકમાં પણ પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયા હતા.
દરમિયાન, યુએસ ઓપનમાં ભારતની આશા હજુ પણ જીવંત છે.કારણ કે, રોહન બોપન્ના, યુકી ભામ્બરી અને એન શ્રીરામ બાલાજી તેમના સંબંધિત ભાગીદારો સાથે પુરૂષ મિશ્ર કેટેગરીમાં તેમના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે
Site Admin | ઓગસ્ટ 27, 2024 2:33 પી એમ(PM) | ટેનિસ
પુરુષ સિંગલ્સ કેટેગરીમા ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત ટેનિસ ખેલાડી સુમિત નાગલ નેધરલેન્ડના ટેલોન ગ્રીકસ્પૂર સામે હારતાં યુએસ ઓપનમાંથી બહાર
