પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 2-1 થી આગળ છે.
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારત આજની મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે, જ્યારે જોસ બટલરની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ મેચ જીતીને શ્રેણી બરાબર કરવાનો પ્રયાસ કરશે.
આ પહેલા મંગળવારે રાજકોટમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 26 રનથી હરાવીને શ્રેણીમાં પોતાની પહેલી જીત નોંધાવી હતી.
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:57 પી એમ(PM) | T20
પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે
