પુણેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. જ્યારે ન્યુઝીલેન્ડે 102 રનની સરસાઈ મેળવી છે. ગઈકાલે ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે સાત અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની શ્રેણીમાં બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ મેચ
જીતી લીધી હતી.
Site Admin | ઓક્ટોબર 25, 2024 2:25 પી એમ(PM)