ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2024 2:05 પી એમ(PM)

printer

પુડુચેરીમાં આજે ફ્રેંચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે

પુડુચેરીમાં આજે ફ્રેંચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પુડુચેરી ખાતેના ફ્રાન્સના કોન્સ્યુલ જનરલ શ્રીમતી લીસ ટેલ્બોટ બેરે અને ચેન્નાઈના જિલ્લા કલેક્ટર શ્રી એ. કુલોથુંગને બીચ રોડ સ્થિત યુદ્ધ સ્મારક ખાતે આયોજિત પુષ્પાંજલિ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં ભારત અને ફ્રાન્સના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા અને બંને દેશોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.
ફ્રેન્ચ ક્રાંતિની મુખ્ય ઘટના, બેસ્ટિલ (જેલ) ના તોફાનની યાદમાં ગઈકાલે સાંજે, બીચ રોડ પર ટોર્ચલાઇટ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પ્રતીકાત્મક ઘટના રૂપે આ દિવસને યાદ કરે છે જ્યાં ફ્રાન્સના લોકો રાજાશાહી સામે બળવો કરવાના સામાજિક અવરોધોને દૂર કરીને એક રાષ્ટ્ર બનાવવા માટે એકસાથે જોડાયા હતા

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ