પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામીએ આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન -NEVA પ્રોજેક્ટ હેઠળ ધારાસભ્યો માટે કમ્પ્યુટર તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, જે પેપરલેસ વિધાનસભા તરફ એક મોટું પગલું છે. કેન્દ્ર સરકારે 2022માં આ પહેલ માટે 8.16 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. તાલીમ દરમિયાન, ધારાસભ્યોને વિધાનસભાની કાર્યવાહીને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ સોફ્ટવેરનો પરિચય કરાવવામાં આવ્યો. આગામી બજેટ સત્ર સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં યોજાશે.પુડુચેરી સરકાર માર્ચમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ આર. સેલ્વમ, વિરોધ પક્ષના નેતા આર.શિવા અને અનેક ધારાસભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 6:52 પી એમ(PM)
પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામીએ આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન -NEVA પ્રોજેક્ટ હેઠળ ધારાસભ્યો માટે કમ્પ્યુટર તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
