પીઢ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શોભના રાનડેનું આજે પુણેમાં 100 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેમને 2001માંતેમના સામાજિક કાર્ય માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી રાનડેએનિરાધાર મહિલાઓ અને બાળકો માટે નોંધપાત્ર કાર્ય કર્યુ છે. તેમણે આગા ખાન પેલેસ, પુણેખાતે ગાંધી નેશનલ મેમોરિયલ સોસાયટી અને મહિલાઓ માટે તાલીમ સંસ્થાની સ્થાપનાકરવામાં મદદ કરી હતી. તેમણે ‘બાલ ગ્રામ’ નામના બાળકોના ગામની સ્થાપના કરી અને સેંકડો અનાથબાળકોને ઘર આશ્રય આપ્યો હતો. ગાંધી નેશનલ મેમોરિયલ સોસાયટી દ્વારા ગંગા નદીનાપ્રદૂષણને રોકવા માટે સ્થાપિત ચળવળ, સેવ ગંગા ચળવળના પણ તેઓ સક્રિય સભ્ય હતાં…
Site Admin | ઓગસ્ટ 4, 2024 6:59 પી એમ(PM)