પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ 28 લાખથી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે.જેમાં પાંચ લાખ 42 હજાર 222 મહિલાઓ સહિત 13 લાખ 94 હજારથી વધુ લાભાર્થીઓની સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે. ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, દેશભરમાં કુલ પાંચ લાખ ત્રણ હજાર 161 ઉમેદવારોને પાયાની તાલીમ આપવામાં આવી છે, જેમાંથી બે લાખ 74 હજાર 703 મહિલાઓ છે.. શ્રી ચૌધરીએ એ જણાવ્યું કે, કર્ણાટકમાંથી સૌથી વધુ એક લાખ નવ હજારથી વધુ ઉમેદવારોને મૂળભૂત કૌશલ્ય તાલીમ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાં 81 હજારથી વધુ ઉમેદવારો અને ગુજરાતમાં 79 હજાર ઉમેદવારો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટક અને આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ 85 હજારથી વધુ મહિલા ઉમેદવારોને મૂળભૂત કૌશલ્ય તાલીમમાં પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. પીએમ વિશ્વકર્મા યોજના કારીગરો અને શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવી હતી. આ યોજના 18 વેપાર ક્ષેત્રને આવરી લે છે.
Site Admin | જુલાઇ 22, 2024 7:30 પી એમ(PM) | યોજના