ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે.
તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે.

પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત સાત હજાર, 855 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બિડકિન ઔદ્યોગિક વિસ્તાર દેશને સમર્પિત કરશે. છત્રપતિ સાંભાજીનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલો આ ઔદ્યોગિક વિસ્તાર, મરાઠાવાડા પ્રાંતમાં ઉજળી આર્થિક તકોનું કેન્દ્ર બનવાની સંભાવના ધરાવે છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી સોલાપુર એરપોર્ટનું ઉદઘાટન કરશે, જેનાથી સોલાપુરના પ્રવાસીઓ, વેપારીઓ અને રોકાણકારો માટે પરિવહન સરળ બનશે. સોલાપુરમાં હાલના ટર્મિનલ બિલ્ડીંગનું વાર્ષિક આશરે 4.1 લાખ મુસાફરોને સેવા આપવા માટે નવીનીકરણ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ