પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | narendramodi | news | newsupdate | topnews | નરેન્દ્ર મોદી | નવી દિલ્હી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | ભારત