ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસના રોકાણ દરમિયાન, પ્રધાનમંત્રી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના નાઈજીરીયાના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ નાઈજીરીયામાં ભારતીય સમુદાયના એક સંમેલનને પણ સંબોધિત કરશે.
નાઇજીરિયાથી, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત G20 સમિટમાં ભાગ લેવા આ મહિનાની 18મી તારીખે બ્રાઝિલના શહેર રિયો
ડી જાનેરો જશે. આ સમિટ દરમિયાન, પીએમ મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતની સ્થિતિ રજૂ કરશે.
ત્રીજા અને અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી મોદી 19 થી 21 નવેમ્બર સુધી ગુયાનાની મુલાકાત લેશે. 1968 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ અલી સાથે ચર્ચા કરશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત પણ કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે, ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી મધ્યપ્રદેશના ઈન્દોર ખાતેના 17મા પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ