આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના/NSS કોન્ફરન્સ-2024 નું સમાપન સત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને LWE પ્રભાવિત વિસ્તારોમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.
આ ઉપરાંત તેમણે DGsP અને વરિષ્ઠ અધિકારીઓએ નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં અને ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કરવામાં આવેલી જોગવાઈઓના ન્યાયપૂર્ણ ઉપયોગ દ્વારા પીડિતોને ઝડપી અને સમયસર ન્યાય સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે નવા યુગ માટે સંવર્ધિત આતંકવાદ વિરોધી વ્યૂહરચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં બહુ-પરિમાણીય અભિગમ, ડેટા એનાલિટિક્સ અને નવી તકનીકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સુરક્ષા એજન્સીઓ વચ્ચે એકીકૃત સંકલન બનાવીને આતંકવાદ વિરોધી માળખાને વધુ મજબૂત બનાવવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM) | Akashvani | akashvaninews | Amit Shah | India | National | pmmodi