પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ– I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન – W.T.S.A.
2024 અને ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું.
વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર ડિજિટલ ટેક્નૉલોજી સંસ્થાના આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના પ્રમાણિત કાર્યનું સંચાલન પરિષદ છે. તેનું આયોજન દર ચાર વર્ષે કરાય છે. I.T.U.ના ઇતિહાસમાં પહેલીવાર આવો પ્રતિષ્ઠિત વૈશ્વિક કાર્યક્રમ ભારત અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં થઈ રહ્યો છે.
આ મહત્વનો વૈશ્વિક કાર્યક્રમ દૂરસંચાર, ડિજિટલ અને I.C.T. ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધુ દેશના ત્રણ હજારથી વધુ ઉદ્યોગપતિ, નીતિ નિર્માતાઓ અને ટેક્નિકલ નિષ્ણાતોને એક સાથે એક મંચ પર લાવશે. આ કાર્યક્રમનું આયોજન સહભાગી દેશોને વૈશ્વિક દૂરસંચાર કાર્યસૂચિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવવાની તક પૂરી પાડશે.