ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 8:17 પી એમ(PM) | પીએમ જનમન

printer

પીએમ જનમન હેઠળ અત્યાર સુધી આદિમજૂથના 7 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ સહાય મંજૂર કરવામાં આવી છે

આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારો માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પીએમ જનમન હેઠળ અત્યાર સુધી આદિમજૂથના 7 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ સહાય મંજૂર કરવામાં આવી છે અને 12 હજારથી વધુ લાભાર્થીઓને પીએમ જન-ધન યોજનાનો લાભ મળ્યો છે.
રાજ્યમાં આદિમજૂથના ફળિયા અને ગામોમાં 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવા માટે 23 કરોડથી વધુની સહાય કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આદિજાતિ વિસ્તારોમાં 67 જેટલી નવી આંગણવાડીઓ, 6 હજારથી વધુ વીજ જોડાણ, 11 નવા છાત્રાલયોની મંજૂરી તેમજ 17 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એક હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની ફાળવણી, મહિલાઓને પીએમ માતૃવંદના યોજનાનો લાભ, તેમજ 14 હજારથી વધુ રાશનકાર્ડ આપવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ