મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આજે ત્રણ વર્ષ પૂરા કરી રહ્યો છે. આ માસ્ટર પ્લાન વિવિધ આર્થિક ઝોનને મલ્ટિમોડલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે 2021 માં શરૂ કરવામાં આવ્યો હતો.
PM ગતિશક્તિએ 44 કેન્દ્રીય મંત્રાલયો અને 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માળખાકીય યોજનાના આયોજન અને અમલ માટે એકીકૃત કર્યા છે. તેણે વિવિધ મંત્રાલયોના 15 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના 208 મોટા-ટિકિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવાનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે પીએમ ગતિશક્તિએ ભારત કેવી રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું આયોજન કરે છે અને તેનો અમલ કરે છે તેમાં પરિવર્તન કર્યું છે. તેમણે કહ્યું કે, બહુવિધ મંત્રાલયો અને રાજ્યોના ડેટાને એકીકૃત કરીને, સરકારે વધુ કાર્યક્ષમ, પારદર્શક અને પરિણામ આધારિત સિસ્ટમ બનાવી છે. મંત્રીએ કહ્યું કે, PM ગતિશક્તિની અસર ઝડપી પ્રોજેક્ટ અમલીકરણ, લોજિસ્ટિક્સનો ઓછો ખર્ચ અને દેશના ખૂણે-ખૂણે પહોંચતી સારી સેવાઓમાં જોવા મળે છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:41 પી એમ(PM)
પીએમ ગતિ શક્તિએ દેશનું ચિત્ર બદલ્યું, વિવિધ મંત્રાલયો દ્વારા 15.39 લાખ કરોડ રૂપિયાના 208 પ્રોજેક્ટની ભલામણ
