ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 8, 2024 7:31 પી એમ(PM) | પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર

printer

પાવાગઢની તળેટીમાં રહીને પ્રકૃતિનું શિક્ષણ મેળવવા માંગતા લોકો માટે કેબિનેટ વન મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશભાઈ પટેલે આજે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું પાવાગઢમાં લોકાર્પણ કર્યું હતું

પાવાગઢની તળેટીમાં રહીને પ્રકૃતિનું શિક્ષણ મેળવવા માંગતા લોકો માટે કેબિનેટ વન મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશભાઈ પટેલે આજે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું પાવાગઢમાં લોકાર્પણ કર્યું હતું.
આ કેન્દ્રમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે રહેવા તથા જમવા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, મુલાકાતીઓ પ્રકૃતિ સાથે રહી શકે તે માટે ટેન્ટ ઊભા કરાયા છે.સાથે જ વન વિભાગ દ્વારા દુર્લભ પ્રજાતિના વૃક્ષોનો ઉછેર કરવામાં આવનાર છે.વન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર સાચા અર્થમાં સાર્થક થાય તે માટેનો તમામ પ્રયાસ અહીંયાં કરવામાં આવ્યા છે.ઉપરાંત વન્યજીવો અને વૃક્ષોનો ઉછેર થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવશે.(બાઈટ – મુળુભાઈ બેરા, વન મંત્રી) યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનની સાથે સાથે પ્રકૃતિપ્રેમીઓ પ્રકૃતિની સાધના કરવા માટે પણ આવતા હોય છે ત્યારે આ કેન્દ્ર ઉપયોગી નિવળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ