પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પારસીઓના ધર્મગુરુ દસ્તૂરજીએ દેશભરના પારસી સમુદાયને શુભેચ્છા પાઠવી તેમજ સરકાર દ્વારા પારસી સમુદાય માટે કરવામાં આવી રહેલા વિવિધ કાર્યો માટે તેમનો આભાર માન્યો હતો.
વલસાડના ઉદવાડામાં આજે તેમના ઇષ્ટદેવની પૂજા- અર્ચના કરવામાં આવી તેમજ પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેછાઓ પાઠવી.
બીજી તરફ, નવસારી શહેરમાં આવેલ આતશ બહેરામમાં પારસી ભાઈ-બેહનોએ પવિત્ર અગ્નિની પૂજા અર્ચના કરી એકબીજાને પારસી નવા વર્ષની શુભકામના પાઠવી. ઉલ્લેખનીય છે કે, નવસારી શહેરમાં આતશ બહેરામમાં ઈરાનથી લાવેલ અગ્નિ એટલે કે આતશ સતત પ્રજવલ્લિત રહે છે..
Site Admin | ઓગસ્ટ 15, 2024 7:28 પી એમ(PM) | પારસી