કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પાણીની કટોકટી વૈશ્વિક ચિંતાનો વિષય હોવા છતાં ભારતે આ પડકારને તકમાં પરિવર્તિત કર્યો હોવાનું કહ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી પાટીલે વિશ્વ જળ દિવસ અંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતે જળ સંરક્ષણને માત્ર નીતિનો વિષય નહીં પરંતુ એક જન આંદોલન બનાવ્યું છે.
તેમણે કહ્યું કે, જળ જીવન મિશન દ્વારા કરોડો ઘરોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે,અટલ ભૂગર્ભજળ યોજનાએ ઘટતા પાણીના સ્તર વિશે જાગૃતિ લાવી છે અને અમૃત સરોવરએ પાણીના સ્ત્રોતોને નવું જીવન આપ્યું છે.શ્રી પાટીલે લોકોને દરેક ટીપાનું રક્ષણ કરવા અને આવનારી પેઢીઓ માટે પાણીથી સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી.
Site Admin | માર્ચ 22, 2025 2:09 પી એમ(PM)
પાણીની કટોકટી વૈશ્વિક ચિંતાનો વિષય હોવા છતાં ભારતે આ પડકારને તકમાં પરિવર્તિત કર્યો છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી
