પાડોશી દેશ બાંગ્લાદેશમાં તણાવ અને હિંસાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં હોવાનું કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યુ છે..
ગઈકાલે બાંગ્લાદેશની સ્થિતિ વિશે સંસદના બંને ગૃહોને સંબોધતા વિદેશ મંત્રીએ જણાવ્યું કે, સરકાર બાંગ્લાદેશમાં લઘુમતિઓની સ્થિતિ સંદર્ભે નજર રાખી રહી છે.
ડૉ. જયશંકરે લોકસભા અને રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું કે હાલમાં લગભગ 19 હજાર ભારતીય નાગરિકો બાંગ્લાદેશમાં છે, જેમાં 9 હજાર જેટલાં ભારતીય વિદ્યાર્થીઓ છે. તેમણે કહ્યું કે ઢાકામાં ઉચ્ચાયુક્તની સલાહ પર મોટા ભાગના વિદ્યાર્થીઓ ગત મહિને જ ભારત પરત ફર્યા છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 10:57 એ એમ (AM)
પાડોશી દેશ બાંગ્લાદેશમાં તણાવ અને હિંસાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં છે – કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર
