પાડોશી દેશમાં જે થયું તે આપણા દેશમાં પણ થવાની અફવા ફેલાવનારા લોકોથી સાવચેત રહેવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિએ જોધપુરમાં રાજસ્થાન વડી અદાલતની પ્લેટિનમ જયંતિ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દેશભરથી આવેલા ન્યાયાધીશો અને વકીલોને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો ષડયંત્ર હેઠળ એવી ખોટી વાત ફેલાવી રહ્યા છે કે, આપણા પાડોશી દેશમાં તાજેતરમાં જે ઘટના સર્જાઈ તેવી આપણા દેશમાં પણ થશે. આવી અફવા ફેલાવનારા લોકોથી સાવચેત રહેવા ઉપરાષ્ટ્રપતિએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું, આવા લોકો પોતાના જીવનમાં ઉચ્ચપદ, સાંસદ અને મંત્રી પણ રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, રાષ્ટ્રહિત સર્વોપરી હોવાથી તેમની સાથે કોઈ બાંધછોડ ન કરી શકાય.
Site Admin | ઓગસ્ટ 10, 2024 8:15 પી એમ(PM)