પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે અદ્યતન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું. એક કરોડથી વધુની કિંમતના આ માઈક્રોસ્કોપ મશીનથી જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સેવા વધુ સારી રીતે પૂરી પાડી શકાશે.
આ ઉપરાંત મેડીકલ કોલેજના MBBSના વિદ્યાર્થીઓ માટે સ્કીલ લેબ સહિતની સુવિધાનો આજથી કલેકટર દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા કલેકટરે તબીબી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને દર્દીઓની ગોપનીયતા, તબીબી ક્ષેત્રે આર્ટીફિશીયલ ઇંટેલીજન્સ (AI)ના ઉપયોગ વગેરે વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:15 પી એમ(PM)
પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે અદ્યતન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું
