સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની કરાઇ હતી. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આજે રાજવી સિધ્ધરાજ જયસિંહ સોલંકીના નિર્વાણ દિવસને લઈને પતંગો નહીં ચગાવવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે શહેરમાં સિધ્ધરાજ જયસિંહના અવસાન દિવસના માનમાં શોક મનાવીને ઉતરાયણના દિવસે પતંગો ચગાવવાથી લોકો દૂર
રહ્યા હતા. આ અનોખી પરંપરા માત્ર સિધ્ધપુર શહેરમાં જળવાઈ રહેલી જોવા મળે છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:31 પી એમ(PM)